ચાલી પડ્યો એકલો અટુલો હું જીવનની રાહમાં.
મળી રહેશે મને કોઈ સાથી સાચો એની જૂઠી ચાહમાં.
પોકાર મારી સાંભળશે કોઈ આ જગતમાં એવાં ભ્રમમાં.
પ્રસ્વેદ બિંદુ ટપકે કે આંસુ ચાલતાં ના સમજાય મારાં મનમાં.
ખુલ્લા આભમાં તાંકી રહું ના દેખાય જણાય મારી કોરી આંખમાં.
ઈશ્વર તું ક્યાં છે ચોક્કસ સાથ આપીશ અડગ શ્રદ્ધા મારાં દિલમાં.
કરગરતું કાળજું મારું રડી રડી થાક્યું વિનવું માઁ આવને તું દ્રષ્ટિમાં.
એકલો થઈ ગયો ના કોઈ સાથ ના પોકાર દુનિયાની ગીચ ભીડમાં.
સારું થયું એકલો છું છતાંય તારો અગમ્ય સાથ માઁ સ્વાર્થ ભરી દુનિયામાં.
સહુ રહે રચ્યાપચ્યા સદાય કોઈને કોઈ ગણત્રીમાં અરે પ્રેમ કરે કોઈ ગણિતમાં.
ના હસીને આવકાર ના કાળજીના કામ બસ જીવે સદાય અપેક્ષામાં.
જોઉં હું ઉપર આભ નીચે ધરતી મનની પાંખ ઉડી જઉં ઊંચા અવકાશમાં.
ના સમજાવું નથી સમજવું હવેતો હદ એ થઈ ગણત્રીનાં હિસાબ ત્યાગમાં.
મનસા મારી સમાઈ જાઉં મારી મનસામાઁ માં જે સદાય ધબકે મારાં દિલમાં.
દક્ષેશ ઇનામદાર. "દિલ"..