Followers

Showing posts with label Rain Poems. Show all posts
Showing posts with label Rain Poems. Show all posts

ઓછું આવ્યું છે કંઈક મેઘને....

ઓછું આવ્યું છે કંઈક મેઘને 
ગુસ્સામાં ભીનો થઈ રહયો.
છેહ દીધો ધરતીએ કોઈ એને 
કે મેહુલો હવે સતાવી રહયો.
વાદળનો લઈ સાથ ગજાવી 
આભ ધરતીને ધમકાવી રહ્યો.
કાળજે એનાં કોઈ પડ્યો ઘા 
ધરતીને જળ જળ કરી રહ્યો.
તરસતી ધરતીને કરી સંતૃપ્ત 
તોય મેઘને કોઈ સંતાપ દીધો.
વરસતો રહ્યો મેહુલો છતાં 
કેમ "દિલ"થી એ તરસતો રહ્યો?.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

વ્હાલો થઈ વરસ્યો..

વ્હાલો થઈ વરસ્યો ને ઘમરોળી ધરાયો નહીં.. 
હવે શેતાન થયો તું..
લીલી લીલી કરી ધરતી કેવી સુંદર..
હવે લીલો દુષ્કાળ લાવીશ તું..
ખમૈયા કર હવે બહુ થયું મેહુલા 
આશીર્વાદને શ્રાપ ના બનાવીશ તું.
ખીલી ઉઠેલી ધરતીને તારાથી જ 
બરબાદ થતી કેવી રીતે જોઈશ તું?.
તારે આશરે જીવતાં જીવ અમે 
નઠારા શાસકોને આશરે ના છોડ તું..
પાણી પાણી કર્યું સર્વત્ર મેહુલા 
હવે જીવવા કોરું આકાશ આપ તું.

દક્ષેશ ઇનામદાર."દિલ".

મેહુલો...

કેવો મુશળધાર સાંબેલાધાર અનરાધાર વરસ્યો આજ આ મેહુલો.
ના રહી સીમા મર્યાદા ના શોર 
બસ ઝીંક્યો બેફામ અનેરો મેહુલો.

પાણી પાણી કર્યું સર્વત્ર 
પાણી દેખાડ્યું કેવું એવો જોરદાર મેહુલો.
તૂટ્યું જાણે આભ આખું રોકે ના રોકાય 
એવો બાવરો બન્યો મેહુલો.

જળબંબાકાર થઈ ધરતી વહે 
ઝરણાં નદી બેકાંઠે શું કહું એવો મેહુલો.
સંતૃપ્ત થઈ ઘણી ધરતી એવો વરસ્યો 
આજ "દિલ" દઈને આ મેહુલો.

દક્ષેશ ઇનામદાર.."દિલ"...

ફરિયાદ...

વરસે વાદળી ઘણી તોયે 
તરસીને તરસી ધરતી જોને.
દ્રવીત દિલ વધું દ્રવે 
લાગણીઓ ચઢે હિલોળે જોને.

જોઉં  વરસતાં અંબરને 
આંખો ઘણી વરસે ના સમજે જોને.
કહેવું ઘણું  કરગરી તને ઇશ 
ઋતુ ઘડી કેવી તું સહી ના શકે જોને.

પ્રાણ કરે તડફડાટ ભીંજાઈ જળથી 
તનથી નીકળી ના જાય એય જોને.
લાગણીઓ વરસે અનરાધાર 
દિલ મેઘાને કરે ફરિયાદ ઍય જોને.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

હેલો આવ્યો....

હેલો આવ્યો લઈ ગાજ મેહુલો 
વરસ્યો શું બેસુમાર.
વૃક્ષો થયાં આજ તરબોળ 
નીલા આભની શું લીલા.

લાગણી કેરો ભેજ 
ધરાએ વધાવ્યો આજ મેઘ.
વરસતો રહે મેહ 
દિલનાં કાળજે આનંદનો કહેર.

ધન્ય ઘડી...

ધન્ય ઘડી આભને જુઓ આજે 
વરસવાનું મળ્યું ઘણું સારું થયું.
કેટલીયે પળ ઘડી દિવસ મહિના વીત્યા આજે વરસવા તક મળી.

પૂકાર ધરતીની સાંભળી ઘણી 
પણ આજે પ્રેમભીની કરી લીધી.
ઉમટ્યો વ્હાલનો વંટોળ મેઘ વરસ્યો સાંબેલાધાર ધરા પ્રેમબંબાકાર.

જળનું વરસવું એ બહાનું હતું 
ધરતી સાથે મિલનનું મીઠું કારણ હતું.
કર્યું વરસીને "દિલ" ખાલી 
વિરહથી તડપતી આંખોને પ્રેમથી ઠારી.

દક્ષેશ ઇનામદાર.."દિલ"...

વરસે વરસાદ

ના આંક ગણું ના માપ કરું અનરાધાર વરસે વરસાદ.
આભ ફાટે ત્યાં ક્યાં થિંગડા મારું ભલે વરસે વરસાદ.

આવી કેવી રીત ધોવા પાપ ધરતીનાં કેવો વરસે વરસાદ.
પાપ કર્યા તેં માનવી સહે ભોળા જીવ ન્યાય તરસે વરસાદ.

હિલોળા ખાય ઝાડપાન થમો હે વરુણ અટકાવો તમે વરસાદ.
વિનાશકારી રૂપ ધર્યું દેવે દિલ કહે કરો ખમૈયા વરસાદ.

મેઘ તારાં

મેઘા તારી તો મહેર હોય આવો કાળો કહેર ના હોય.
કરે ધરતીને તું તૃપ્ત આવો વિનાશકારી પ્રલય ના હોય.

પવનની પણ લહેર હોય મેઘ સાથે મળી તાંડવ ના હોય.
પરિણયનો પ્રણેતા મેઘ આવી બદનામી ના વહોરતો હોય.

મેઘ તારાં હર બિંદુએ તન તરવરે આવી તુમાખી ના હોય.
તારાં આગમનથી હૈયું હરખાય તારું આવું વરવું રૂપ ના હોય.

દાદુર મોર બપૈયા ચહેકે એવો માહોલ આવો ભયંકર ના હોય.
પ્રીત ઉજાળતો મેઘ કદી કોઈના "દિલ" ઉજાડતો ના હોય.
દક્ષેશ ઇનામદાર.."દિલ"...

આ વરસાદમાં

વસુંધરાની લીલી લીલી ખુશી સુવાસ ફેલાઈ શ્રુષ્ટિમાં.
રિમઝીમ વરસતો મેહુલો ચારોતરફ નિજાનંદ શ્રુષ્ટિમાં.

બલિહારી પંચતત્વની વરસ્યો મેહુલો બેસુમાર વર્ષામાં.
જોઈ રહું ગગન અનિમેષ છલકે આંખ જો ખુશીમાં.

સતત સાથનો આભાસ હૈયું ઉછળે મારું કેવું આનંદમાં.
ભીંજાયું દિલ મારું પ્રેમભરી સંવેદના થકી આ વરસાદમાં.