Followers

Showing posts with label Poems. Show all posts
Showing posts with label Poems. Show all posts

હજી...

આત્મશ્લાઘા પરોવાઈ જોને ધોળાકાળા વાળમાં હજી.
જતાવ્યાં વિના કહી દે છે કહાની બધી ચુપચાપ હજી.
નૂર આંખના નથી અસ્ત વાંચે દૂર દૂર સુધીનું સ્પષ્ટ હજી.
જમાનો અંકાય સહુનો ભલે કાળ બદલાય યાદ હજી.
ઋતુ પ્રમાણે રંગ બદલે અંબર હર રંગમાં દૈવત મળે હજી.
કાળનું કામ બદલાવું "દિલ" એવું ને એવું હરકાળમાં હજી.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

બે મોંઢાના માનવી..

સહુને ખુદનાં સ્વાર્થમાં જ રસ બતાવવા પરમાર્થ.
બે મોંઢાના માનવી ચહેરા પર મહોરું પરખાય.
નીર ઝાંઝવાના તરસ ક્યાં બુઝે ઉપરથી કંઠ ચોળાય.
ગાજ ગાજ કરતું આભ પણ ટીપું જળ ના વરસાય.
તરુણા ઓથે ડુંગર છાંયનો માત્ર આભાસ થાય.
મીઠાં વેણ કર્ણમાં રેડાય માંહ્યલો કડવા ટોણા ખાય.
રોબ મને ખુદનો કોઈના ઉપકારનાં ભાર નહીં વેઠાય.
ગણત્રીનાં ગણિત સહુનાં એવાં "દિલ"માં ક્યાંથી સમાય?.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

નિર્વાણ..

રુધિર ઉકળે પરાકાષ્ઠાએ પ્રેમ હોય કે લડાઈનું રણ.
છેદન થયું કોમળ હૃદય મારું પ્રેમનું નિષ્ઠુર આ રણ.
રોજ રોજ નવું મરણ મળે તોય ના છૂટે દેહથી જીવ.
તને પામી બન્યો દિવાનો શત્રુ સર્વત્ર હું એકલો જીવ.
દેહનાં એક એક કોષ સુકવે એવાં જાળવે સહુ સબંધ.
કાસળ કાઢવું પ્રેમનું બન્યું લક્ષ્ય આંખનાં સહુ અંધ.
અગ્નિશૈયાએ સુવાડી મને સહુ કરશે જાણે નિરાંત.
નહીં મળે સગડ દિલનાં સ્વયંભૂ થશે એનું નિર્વાણ.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

ક્યાં?

સુધારવાવાળા ખુદ ઝાંખે ખુદમાં રોપાયો દોષ ક્યાં.
બગડી જ ક્યાં ગયેલો હું દ્રષ્ટિમાં જ ભેદ હતો ત્યાં.
વર્તન વિચાર સહુનાં સમજું ઘણાં હવે નવાઈ રહી ક્યાં.
સીમટી ગયો ચાર દિવારીમાં તોય હખ નથી કોઈને ત્યાં.
પૃથ્થકરણ કરે મન વિચારોનું ભૂલ જ નથી તો શોધું ક્યાં.
અંધ બન્યા અંતે સ્વાર્થમાં સહુ અરીસો જોઈલો તમે ત્યાં.
ભૂતકાળની ભૂલો ભલે ભૂલ્યા તમે પણ વર્તમાન ખંખોળો ક્યાં.
ત્યજાયેલું "દિલ" થયું મુક્ત બેફિકરાઈથી જવું નિશ્ચિન્ત ત્યાં.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

અમે માટીમાંથી આવ્યા....

અમે માટીમાંથી આવ્યા માટીનાં  રમકડાં.
માટી  ખૂંદીને પોષાયા તોય ઋણ વિનાનાં.

માટીમાં જ ખીલ્યાં સુંદર  બની વખણાયા.
માટીથી  શીખ્યા બઘું ઘડાયા ખૂબ વેચાયા.

માટી  માટી  માઁ  બની ને સંસ્કાર  પરોવાયા. 
કણ  કણ  માટીનાં  મારામાં  સર્વત્ર  છવાયા.

માટીનું ઋણ કેમ ઉતારું વેંત ઓછા જણાયા.
"દિલ" માટીનાં  બની રમકડાં માટીમાં સમાયા.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

કરું દૂર છાયા પડછાયા....

 કરું દૂર છાયા પડછાયા  ભૂતનાં જોઉં  સવાર આજની.

વીતી ગયું વિતવાનું બધું જીવું  ભૂલી  રાત કાળી કાલની.


ઋણ હશે ચૂકવ્યા બધાં હું  પોશું કાળજે  ઈચ્છા આશની.

સ્વપ્નની જેમ સરી ગયું બધું થઈ આંખ મારી ભીની પ્રેમથી.


સાથ સંગાથ સાચો મળે ઇશ કરગરુ પીપાસા મને પ્રેમની.

ભોળું  પારેવું "દિલ" મારું કર  ન્યાય પરવા  નથી જીવની.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

હું તને કેવો ગમુ એવો.......

 હું તને કેવો ગમું એવો જ તું મને બનાવ માઁ.

હું જેવો છું એવો બસ તારો જ છું મારી માઁ.


ના કોઈ મને સમજ્યું ઓળખ્યું શું કરું હું માઁ.

તું જ કર મારો ન્યાય હું આવ્યો તારે દ્વાર માઁ.


સીધુંસરળ મનમારું કદીના કર્યું કપટ ઉગારમાઁ.

મથી રહયો જીવનભર હવે કર કોઈ ઉપાય માઁ.


હરપળ તારાં ધ્યાનમાં હું નથી કોઈ ખબર માઁ.

બિરાજે તું "દિલ"માં મારાં કરી દે કલ્યાણ માઁ.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

અમારે બધી ઋતુમાં....

 અમારે બધી ઋતુમાં વસંત છે.

લાગણી પ્રેમનાં કાયમ મેઘ છે.


ઉંમરના હર ઉંબરે જવાની છે.

શ્વાસનાં આયુષ્યનો જોશ છે.


વિતતી જીંદગી સાથે જ્ઞાન છે.

ચહેરો બદલે રંગ પણ તેજ છે.


જીવવાનાં કારણ સાથે મેળ છે.

મોહમાયા સાથે ફકીરી પણ છે.


શોધો ભલે ધરબાયેલો અંશછે.

સરવૈયું "દિલ"નું નિજાનંદમાંછે.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

જીંદગી નરી છેતરામણી....

 જીંદગી નરી છેતરામણી સાચું કદી પણ ના પરખાય.

મહોરાં પહેરેલા ચહેરા ઠેર ઠેર જુઓ બધે દેખાય.


દેખાડા કરી ઘુતારા અસત્યને સત્ય ઠરાવતા દેખાય.

સમજી વિચારી ષડ્યંત્રી જુઓ ચારેકોર ફરતા દેખાય.


ઉજળા કપડામાં મ્લાન કાળા ચહેરા છુપાવતા દેખાય.

શબ્દ શણગારની બોલી કહી ખોખલા જીવતા દેખાય.


માંહ્યલો બધું જાણતો હોવા છતાં ફરેબ કરતો જણાય.

શું લાવેલા લઈ જવાનાં તોય "દિલ" દગો દેતું જણાય.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

મૌન મારું સમજીને કરેલું...

 મૌન મારું સમજીને કરેલું છતાં સવાંદ છે.

મારાં એ મૌનને સમજી ગયા ઍય ઘણું છે. 


મૌન મારી શરણાગતિ નહીં એ દાવાનળ છે.

એક બુંદ આંસુનું ટપકયું ભભૂકી જ્વાળા છે.


ધરબાઈ રહેલાં પ્રશ્ર્નોનો સળગતો ભંડાર છે.

વીતી ગયેલી ક્ષણો સાથે યાદોનું સંભારણું છે.


ના કોઈ છેડશો એ વર્ષોથી સૂતેલો તક્ષક છે.

એક પ્રેમનો સ્પર્શ સવાંદ "દિલ"નો મરહમ છે.


દક્ષેશ ઇનામદાર."દિલ"..

દાઝ્યા પર ડામ દેવાની...

 દાઝ્યા પર ડામ દેવાની ઘણાની ફિતરત છે.

ભૂલોનો પડછાયો છુપાવી શરીફ બતાવે છે.


ગહનતા પ્રેમની પિછાણી નહીં એ બિચારા છે.

સમય સરી રહ્યો હાથથી છતાં આંખો અંધ છે.


ઊંડે ઊંડે હું શોધું કારણ પણ જવાબ બંધ છે.

વિશાળ જગતમાં બસ એક અટૂલો જીવ છે.


રાખ થવા સર્જાયો છું હવે ફરિયાદનો અંત છે.

છેલ્લા શ્વાસમાં "દિલ"ની પ્રેમ ભરી વિદાય છે.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

આંગણે પ્રવેશદ્વારે....

 આંગણે પ્રવેશદ્વારે બનાવ્યો પવિત્ર તુલસી ક્યારો.

પવિત્રતાનું પ્રતીક પૂર્વમાં રાખી સુંદર ખૂબ સજાવ્યો.


ક્યારીમાં નાળિયેર પારિજાત કરેણ રાતરાણી બિરાજે.

જલકુંડમાં કમળ ઊંચે પામ નીચે માછલીઓ તરે.


ચારેકોર લીલીછમ ઘાસની ચાદર વચ્ચે ઝુલો ઝૂલે.

લીલી જાસૂદ મોગરા ચંપાનાં ફૂલની મહેક જો પ્રસરે.


આંબા લીંબુ જાબું કાજુનાં ફળની લહેજત જો માણે.

"દિલ"થી સજાવ્યો બાગ જયાં પંચતત્વ રહે સહેજે.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

કહેવી છે...વાત કેટલીયે..

 કહેવી છે.... વાત કેટલીયે તું આવે તો કહું હું.

અંતરમન ઝંખે તને.. વહાલી કેટલીવાર કહું હું.


દૂર કેમ રહે તું.....પળ પળ તને જ યાદ કરું છું હું.

આંસુ સરકે આંખથી કાળજું કળે બોલ શું કરું હું.


વેરી થઈ દુનિયા આખી સખી.. કોનો સંગ કરું હું.

નીંદર થઈ વેરણ મારી જાગતા સ્વપ્ન જોઉં છું હું.


શ્રદ્ધા કદી ડગે નહીં મારી પ્રેમલક્ષણા ભક્તિ કરું હું.

"દિલ" તરસે પ્રીત તારી પ્રિયતમા રાહ જોઉં તારી હું.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

ઓછું આવ્યું છે કંઈક મેઘને....

ઓછું આવ્યું છે કંઈક મેઘને 
ગુસ્સામાં ભીનો થઈ રહયો.
છેહ દીધો ધરતીએ કોઈ એને 
કે મેહુલો હવે સતાવી રહયો.
વાદળનો લઈ સાથ ગજાવી 
આભ ધરતીને ધમકાવી રહ્યો.
કાળજે એનાં કોઈ પડ્યો ઘા 
ધરતીને જળ જળ કરી રહ્યો.
તરસતી ધરતીને કરી સંતૃપ્ત 
તોય મેઘને કોઈ સંતાપ દીધો.
વરસતો રહ્યો મેહુલો છતાં 
કેમ "દિલ"થી એ તરસતો રહ્યો?.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

વ્હાલો થઈ વરસ્યો..

વ્હાલો થઈ વરસ્યો ને ઘમરોળી ધરાયો નહીં.. 
હવે શેતાન થયો તું..
લીલી લીલી કરી ધરતી કેવી સુંદર..
હવે લીલો દુષ્કાળ લાવીશ તું..
ખમૈયા કર હવે બહુ થયું મેહુલા 
આશીર્વાદને શ્રાપ ના બનાવીશ તું.
ખીલી ઉઠેલી ધરતીને તારાથી જ 
બરબાદ થતી કેવી રીતે જોઈશ તું?.
તારે આશરે જીવતાં જીવ અમે 
નઠારા શાસકોને આશરે ના છોડ તું..
પાણી પાણી કર્યું સર્વત્ર મેહુલા 
હવે જીવવા કોરું આકાશ આપ તું.

દક્ષેશ ઇનામદાર."દિલ".

બે ઘડીની જીંદગી...

બે ઘડીની જીંદગી જીવતાં ના આવડી.
જીવી ક્યારે પુરી થઈ ને ખબર ના પડી.

કશું હતું નહીં ને પામવા શું શું કરવું પડ્યું.
ઉંચા અરમાન ને પહોંચવા ઝેર પીવું પડ્યું.

નાના રહી જઈ સહુને મોટા કરવા પડયા.
સાચાં હોવા છતાં અમે ખોટા થઈ પડયા.

શુ કહેવું મારે કોઈને જે લખ્યું ફરે જ નહીં.
લખાવી લાવ્યો "દિલ"માં મિથ્યા થાય નહીં.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

મેહુલો...

કેવો મુશળધાર સાંબેલાધાર અનરાધાર વરસ્યો આજ આ મેહુલો.
ના રહી સીમા મર્યાદા ના શોર 
બસ ઝીંક્યો બેફામ અનેરો મેહુલો.

પાણી પાણી કર્યું સર્વત્ર 
પાણી દેખાડ્યું કેવું એવો જોરદાર મેહુલો.
તૂટ્યું જાણે આભ આખું રોકે ના રોકાય 
એવો બાવરો બન્યો મેહુલો.

જળબંબાકાર થઈ ધરતી વહે 
ઝરણાં નદી બેકાંઠે શું કહું એવો મેહુલો.
સંતૃપ્ત થઈ ઘણી ધરતી એવો વરસ્યો 
આજ "દિલ" દઈને આ મેહુલો.

દક્ષેશ ઇનામદાર.."દિલ"...

વેદના વિરહની...

વરસાવતો જોઉં હું વહાલ મેઘને 
મને તારી યાદ સતાવે.
વરસું બેસુમાર હું પ્રેમથી 
મને તારી પળ પળ યાદ સતાવે.
કાઢી ઋતુ વસંતની પ્રણય દોરમાં 
જે તને વહાલ વરસાવે.
કેમ કરી વીતશે ઋતુ વર્ષાની માંહ્યલો 
મને ભીની અગન દઝાડે.
મેઘનાં ભેજમાં જો 
સ્પંદન ભીના ભીના આંખ વરસાવે.
વેદના વિરહની આકરી દિલ 
કેમે કરી કોઈનું કશું ના માને.

જાણું છું

જાણું છું હું શૂન્ય છું હું 
છતાં કિંમત વધારું તમારી હું.
અનાદાર ઉપેક્ષા કરી હજી 
લૂંટો આનંદ સમજું બધું હું.

એક પરિઘમાં રહી વિચાર્યું તમે 
સીમાઓ તોડી જીવું હું.
શૂન્ય ગણી ગણત્રીમાં લીધો નહીં 
હવે કિંમત સમજાવું હું.

દુનિયા ગોળ ના સમજે ડફોળ 
આજે તું તો કાલે છું હું.
કિંમત સમજાઇ જશે શૂન્યની
સહુને "દિલ" ઠારીશ પછી હું.

દક્ષેશ ઇનામદાર..."દિલ"..

યોગ...

યોગ થયો યોગ દિવસનો 
ચલો કરીએ યોગ.
હિન્દુસ્તાનની સંસ્કૃતિનો 
અદભુત આવિષ્કાર યોગ.
તન મન સુદ્રઢ કરે 
વ્યાયામ સાથે ભવ્ય યોગ.
દિલ કરે નમસ્કાર સૂર્યનાં 
પરોવી સાથે પવિત્ર યોગ.