Followers

Showing posts with label Love Poem. Show all posts
Showing posts with label Love Poem. Show all posts

ઓળઘોળ થયો એટલો....

ઓળઘોળ થયો એટલો પ્રેમમાં ખુદની ના રહી મને ખબર.

ઓગળી ગયો પ્રેમ ઓરામાં એવો ના રહી ખુદની ઓળખ.

વાહલો મીઠો પ્રેમ ઘણો  ઘોળાયો  એવો  અમૃતની  ઝલક.

પીડા આવી વિરહની કેમ સહું  આંખોથી  આંસુનાં  વહેંણ.

પાણાંને કરું પાણી પ્રેમ કરી એવો મરજીવો પ્રેમનો ના કસર.

ના કરશો ઘાવ "દિલ" નાં રંગરસિયો હું  પ્રેમનું  મોંઘેરું રતન.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

ઉઘાડને કમાડ દિલનાં....

ઉઘાડને  કમાડ દિલનાં  મુંઝારો  હવે તું કર વિદાય.

થઈ રહી છે  ગોષ્ટિ કરી લે પ્રેમ તું ના થઈશ નિરાશ.

સળવળી યાદો બધી  ફેરવી પડખા ને સળ જોવાય.

સૂતાં પથારીમાં થયાં ભીના ઓશિકા જો હવે સૂકાય.

કર સરખી  રોજનીશી તારી હવે સમયકાળ બદલાય.

હું પરોવું  ધ્યાન કામમાં મને બસ  તારો ચહેરો દેખાય.

"એ"  ખીલ્યું ગુલાબ જાણે જોઈ મારું હૈયું  હરખાય.

મુરઝાયેલું "દિલ" મારું ખીલ્યું એ નવી  કવિતા રચાય.

દક્ષેશ ઇનામદાર."દિલ"..