સાગરની સીમા તીરે ભરતી સુધી પછી શું કરવાનો?
ઉછળી ઉછળી મોજા માથું પછાડે પછી શું કરવાનો?
સરિતાનો જળ સંગ આવેગ સમાવે પછી શું કરવાનો?
પચાવી ગંદકી સ્વાર્થની ઝેરી બને પછી શું કરવાનો?
ખુદનાં જળને વરાળ કરી વાદળ કરે પછી શું કરવાનો?
અપમાન સહી ઉછળયા કરે બિચારો બીજું શું કરવાનો?
કહેવાતો વિશાળ સાગર ખુદથી ખુદમાં જ સમાઈ જનારો.
ઉપકાર ભૂલી સહુ "ખારો" કહે "દિલ"થી આંસુ વહેડાવાનો.
દક્ષેશ ઇનામદાર."દિલ"..
No comments:
Post a Comment
We thank you for your valuable feedback we will get back to you soon.
Note: Only a member of this blog may post a comment.