ધરતી સમાવે હૂંફાળા ખોળામાં ક્યારે ભસ્મ કરી ભેળવે ખુદમાં
ખબર ના પડે.
જળ જીવાડે લાગે શીતળ આગ લગાડી ખુદમાં ક્યારે વરાળ કરે ખબર ના પડે.
અગ્નિથી થાય ક્રિયાઓ જૈવિક આપે તેજ હૂંફ ક્યારે જ્વાળા દઝાડે ખબર ના પડે.
વાયુ બની પ્રાણ આપે જીવન વિના એનાં જીવવું ભારે ક્યારે ગૂંગળાવે ખબર ના પડે.
આકાશથી વરસે અમૃત સુંદર નભ સૂર્યચંદ્ર સમજાવે પ્રેમ સંસ્કાર ક્યારે આપે પાયમાલી ખબર ના પડે.
પંચતત્વની આ અનુઠી સુંદર શ્રુષ્ટિ સ્વર્ગીય ક્યારે નર્કની યાતના આપે ખબર ના પડે.
પરમકૃપાળુ પરમાત્મા કોઈપણ રૂપ સ્વરૂપ કરુણામય ક્યારે સંહાર કરે ખબર ના પડે.
એમનાં ચરણોમાં સંપૂર્ણ સમર્પિત એમનાંથી સુરક્ષિત છતાંય વિવશ છું કેમ ખબર ના પડે.
દક્ષેશ ઇનામદાર."દિલ"..
No comments:
Post a Comment
We thank you for your valuable feedback we will get back to you soon.
Note: Only a member of this blog may post a comment.