Followers

સ્વજન..

*સ્વજન..* 
સ્વજન એટલે કોણ? સ્વજનનો અર્થ? સ્વજન કોને કહેવા???
સ્વજન એટલે પોતાનું માણસ. સ્વ એટલે પોતાનું , જન એટલે માણસ.. પોતાનું સમજી લેવાથી કોઈ પોતાનું નથી થતું..શબ્દ બોલી દેવાથી શબ્દ સત્ય નથી થઈ જતો. પોતાના પારકા થઈ જતાં જોયા છે.. સ્વજનને નથી સ્વાર્થ હોતો..ના ગણત્રી.. એ તમારું ભલું ઈચ્છે..પ્રેમ આપે કોઈ સ્વાર્થનાં સરવાળા કે ગણિત ના હોય..
સ્વજન અનુભવાય છે બોલાતા નથી. બે પ્રેમ કરનારા કે પતિપત્ની, બાપ દીકરો, માં દીકરી કે મિત્ર ..સ્વજન હોઈ શકે..કદાચ ના પણ હોઈ શકે આ કલિયુગમાં બધું જોવા મળે. એમજ કોઈને સ્વજન નથી માની લેવાતાં.. સાચા સ્વજન પ્રભુજન છે જે ઈશ્વર કૃપાથી જ મળે છે..સ્વજન ખૂબ પવિત્ર, અઘરો અને સાવ સરળ શબ્દ છે જે અનુભવે અઘરો અને સરળ સાબિત થાય છે.🌹🙏🌹

No comments:

Post a Comment

We thank you for your valuable feedback we will get back to you soon.

Note: Only a member of this blog may post a comment.