Followers

જય જય ગુરુ જરાતકારું...


જય જય ગુરુ જરાતકારું 
તમારાં ચરણોમાં સમર્પિત.
માઁ માઁ મારી જરાતકારું માઁ 
તારાં ચરણોમાં સમર્પિત.

પિતૃઓનાં ઋણ ઊતાર્યા 
પરમગતિએ સિધાવ્યા.
નાગોની સાંભળી પ્રાર્થના 
વચન બધાં નિભાવ્યા.

અખંડ બ્રહ્મચર્યનાં છોડયાં 
વ્રત પ્રભુતામાં પગલાં પાડ્યાં.
માઁ મારી જરાતકારું પ્રણય દોરે 
ગુરુ મારાં બંધાયા.

આસ્તિકને આપી જન્મ 
સર્પયજ્ઞથી સર્પોને બચાવ્યા.
જન્મેજયરાજાનું જીતી દિલ 
આસ્તિકે સહુને ઉગાર્યા.

નામ તમારું મુખે મારાં ચઢાવી 
શિષ્યનું ભાન કરાવ્યું.
બોલાવી તમારે તીર્થ પ્રભુ 
સજોડે તર્પણ કરાવ્યું.

અમારી દોર તમારે હાથ હવે 
પ્રભુ અમને જ્ઞાન કરાવો.
"દિલ"માં સમાયા બન્ને જીવ 
કરી ચમત્કાર અમને ઉગારો.

જય જય ગુરુ જરાતકારું 
તમારાં ચરણોમાં સમર્પિત.
માઁ માઁ મારી જરાતકારું માઁ 
તારાં ચરણોમાં સમર્પિત.

દક્ષેશ ઇનામદાર."દિલ"..


No comments:

Post a Comment

We thank you for your valuable feedback we will get back to you soon.

Note: Only a member of this blog may post a comment.