સ્થિર થયો સમય હમણાં સુધી એ દોડ્યાં કર્યો.
ક્યાં ગઈ તારી ઝડપ હવે બોજ તું બની રહયો.
ગમતી ક્ષણોને હવા બનાવી ઉડાવતો રહયો.
ના વિતતી પળને હવે તું સ્થિર બનાવી રહયો.
કહે બધાં સમય સમયની વાત સાંભળી રહયો.
ક્યાં ગયો એ સમય મારો જે હાથથી સરી ગયો.
નહીં બનું પરવશ જો એ પળો મમળાવી રહયો.
કેદ કરી "દિલ"માં એ પળોને તને શરમાવી રહયો.
દક્ષેશ ઇનામદાર. "દિલ"..
No comments:
Post a Comment
We thank you for your valuable feedback we will get back to you soon.
Note: Only a member of this blog may post a comment.