અમે માટીમાંથી આવ્યા માટીનાં રમકડાં.
માટી ખૂંદીને પોષાયા તોય ઋણ વિનાનાં.
માટીમાં જ ખીલ્યાં સુંદર બની વખણાયા.
માટીથી શીખ્યા બઘું ઘડાયા ખૂબ વેચાયા.
માટી માટી માઁ બની ને સંસ્કાર પરોવાયા.
કણ કણ માટીનાં મારામાં સર્વત્ર છવાયા.
માટીનું ઋણ કેમ ઉતારું વેંત ઓછા જણાયા.
"દિલ" માટીનાં બની રમકડાં માટીમાં સમાયા.
દક્ષેશ ઇનામદાર."દિલ"..
No comments:
Post a Comment
We thank you for your valuable feedback we will get back to you soon.
Note: Only a member of this blog may post a comment.