મૂઠી ઉંચેરા માનવી જે સંસ્કાર વર્તાવથી પરખાય.
ક્યાં જઈ શોધવા હાલ હળાહળ કળિયુગ વર્તાય.
સૌહાર્દ સૌમ્યતા વર્તનમાં જાણે પોતાનું અનુભવાય.
ક્યાં ગયાં એ માનવી બધાં શું કાળ બદલાયો જણાય.
આંખો ભીંજાય યાદમાં હાલ એમની જ ખોટ વર્તાય.
ઊંચાઈ સાચી હતી પારખી હાલ સૂરજ નમ. દેખાય.
વહેતાં પવન બદલાઈ ગયા ને હવા દઝાડતી જણાય.
કેમ કરી મનાવું "દિલ"ને સાપ ગયાં લીસોટા જોવાય.
દક્ષેશ ઇનામદાર."દિલ"..
No comments:
Post a Comment
We thank you for your valuable feedback we will get back to you soon.
Note: Only a member of this blog may post a comment.