પંચતત્વની બની આ શ્રુષ્ટિ તત્વનાં નિયમ પ્રમાણે જ ચાલે...એની શિસ્ત અને અનુશાશન પ્રક્રિયામાં કોઈ ફેરફાર નથી. હાં એ પરિવર્તનનો નિયમ પણ સાગમટે સાચવે જ છે. ક્યાં ક્યારે, કેમ શું થશે એનું અનુમાન કરવું અઘરું છે..ક્યારેક કરી શકાય ક્યારેક સાવ વિપરીત પરિણામ આપે છે.
તત્વનાં સત્વનો એવો પરચો છે કે અશક્ય લાગતું સાવ સરળ રીતે પતી જાય અને સાવ સરળ લાગતું બિલકુલ અશક્ય બની જાય..પણ..
પંચતત્વની આ શ્રુષ્ટિના એમની પરિવર્તિત શક્તિઓની ગતિ..ક્રિયાશીલતા, સમજાઈ જાય તો કશું અઘરું નથી રહેતું...બસ એને સમજવું જ અઘરું છે..એ ઉત્પન્ન કરનારી શક્તિઓ એનું સંચાલન પછી નિર્વાણ થવાની ક્રિયાઓ સમજાઈ જાય તો ઉપલબ્ધીનો મોક્ષ થઈ જાય.
જીવન મળ્યું.. જીવવું.. માણવું..આપણે ઉદાસ રહીને કે આનંદથી પસાર કરીએ..જે થવાનું છે એ થઈને રહેવાનું છે પછી શેનો શોક?
પંચતત્વની શ્રુષ્ટિમાં પ્રથમ કોષનો જન્મ એ જળની વનસ્પતિ..માત્ર એક કોષીય જીવન..પછી વનસ્પતિનો વ્યાપ વધતો ગયો. બીજા જીવને જન્મ આપતા પહેલાં શ્રુષ્ટિનાં રચયિતાએ એમનાં નિર્વાહની વ્યવસ્થા કરી..સર્વ જીવોનાં નિર્વાહ..નિર્વહન માટે પછી ખોરાક કે આશરો..માળો કે મકાન બધું વનસ્પતિનાં કારણે છે. આપણા ધર્મમાં એટલેજ વનસ્પતિને દેવી કહીએ છીએ.. એમનું સ્મરણ કરીએ છીએ.
"નમાંમિ દેવી વનસ્પતયે" વિચારી જોજો વનસ્પતિ વિના કોઈનું પણ જીવન શક્ય છે? પછી એ લાકડું , ફૂલ ફળ, ધાન, ઔષધ, અત્તર, આવી અનેક વસ્તુઓ પુરી પાડે છે જેની નોંધ કરીએ તો કેટલાય પાના ભરાઈ જશે..એ જીવતા જાગતા સંત છે..એમણે જ આપણને સંસ્કાર શીખવ્યા એમનામાંથી પ્રેરણા લઈ આપણાં પૂર્વજોએ સંસ્કૃતિનું નિર્માણ કર્યું..આ બધું કેવી રીતે..આગળના ભાગમાં વાંચીશું...🌹🙏🌹
દક્ષેશ ઇનામદાર."દિલ"..
No comments:
Post a Comment
We thank you for your valuable feedback we will get back to you soon.
Note: Only a member of this blog may post a comment.